Monday, March 1, 2021

ખોવાયેલી ચીજ વસ્તુઓ ધન દ્રવ્ય આદિ પાછી મળશે કે નહીં? જાણો

 ખોવાયેલી ચીજ વસ્તુઓ ધન દ્રવ્ય આદિ પાછી મળશે? કઈ દિશા તરફથી મળશે? કેટલા દિવસ માં મળશે? કે નહી મળે જાણો આ નક્ષત્રો ના આધારે


નિયમ :- જ્યારે વસ્તુ ખોવાય જાય કે ખબર પડે ત્યારે જે ચંદ્ર નક્ષત્ર ચાલી રહ્યું હોય તે નીચેના નક્ષત્રો ની ચાર પ્રકારની સંજ્ઞામાંથી જે સંજ્ઞા માં આવે તે પ્રમાણે જાણવું.


૧) અંધ :- આ સંજ્ઞાવાળા નક્ષત્રોમાં જો વસ્તુ ખોવાય જાય તો વસ્તુ ઝડપથી પૂર્વ દિશામાંથી પ્રાપ્ત થાય. નક્ષત્રો (રોહિણી, પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, રેવતી)


૨) મંદ :- આ સંજ્ઞાવાળા નક્ષત્રોમાં જો વસ્તુ ખોવાય જાય તો વસ્તુ ૩ દિવસમાં દક્ષિણ દિશામાંથી પ્રાપ્ત થાય. નક્ષત્રો ( અશ્વિની,મૃગશીર્ષ, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉત્તરાષાઢા, શતભિષા)


૩) કાણ :- આ સંજ્ઞાવાળા નક્ષત્રોમાં જો વસ્તુ ખોવાય જાય તો એક મહિનામાં પશ્ચિમ દિશામાંથી પ્રાપ્ત થાય. નક્ષત્રો (ભરણી, આર્દ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજિત, પૂર્વા ભાદ્રપદ)


૪) સુલોચન :- આ સંજ્ઞાવાળા નક્ષત્રોમાં જો વસ્તુ ખોવાય જાય તો વસ્તુ ઉત્તર દિશામાં ગયેલ છે. પરંતુ પ્રાપ્ત થાય નહી. નક્ષત્રો (કૃત્તિકા, પુનર્વસુ, પૂર્વા ફાલ્ગુની, સ્વાતિ, મૂળ, શ્રવણ, ઉત્તરા ભાદ્રપદ)


આ માહિતીનો ઉપયોગ કરી જાતે જ વસ્તુ જે તે જગ્યાએથી શોધો અને મેળવો. 

સંદર્ભ ગ્રંથ - બાળબોધ જ્યોતિષ.


No comments:

Post a Comment