Tuesday, January 12, 2021

ધર્મસિંધુ ના આધારે મકરસંક્રાંતિના દિવસે કરવા યોગ્ય દાન દ્રવ્ય તથા દાન પ્રકાર જાણીએ.


૧.  પ્રાતઃ સમયે નિત્યકર્મ બાદ દાન,શ્રાદ્ધ આદિ ક્રિયા કરવી. મકરસંક્રાંતિમાં તલ,ગોળ,અક્ષત,ઘી, વસ્ત્ર,ગાય,બળદ,તાંબુ,સુવર્ણ આદિનું દાન શ્રેષ્ઠ છે.
૨. મકરસંક્રાંતિના દિવસે તલ ની ગાય દેવીને તથા શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવો તથા શિવ મંદિરમાં તલના તેલના દીપકનું દાન ઉત્તમ ગણાય છે.
૩. સંક્રાંતિના દિવસે જે દાતા દેવ તથા પિતૃઓનો ઉદ્દેશ રાખી જે દ્રવ્ય નું દાન કરે છે તે દાતા ને દરેક જન્મમાં ભગવાન સૂર્ય તે દ્રવ્ય પ્રાપ્ત કરાવે છે.
૪. દેવતાઓને સફેદ તલથી તથા પિતૃઓને કાળા તલથી તર્પણ કરવું.


શ્રીમદ્ ભગવત ગીતાના આધારે ત્રણ પ્રકારનાં દાન ભગવાન દ્વારા કહેવામાં આવેલ છે.


૧. દાન કરવું એ કર્તવ્ય છે એવું સમજી દેશ, કાળ અને યોગ્યપાત્ર પ્રાપ્ત થતા ઉપકાર ન કરવાની ભાવનાથી કરેલ દાન સાત્વિક દાન ગણાય છે.
૨. જે ક્લેશ પૂર્વક,ઉપકારની ભાવનાથી પ્રયોજનથી તથા ફળ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ દાન રાજસિક દાન કહેવાય છે.
૩. જે સત્કાર વગર અથવા તિરસ્કાર પૂર્વક કુત્સિત સ્થાન, દુર્મુહૂર્ત અને કુપાત્રને આપેલ દાન તામસિક દાન કહેવાય છે.

(અધ્યાય ૧૭ શ્લોક સં.૨૦,૨૧,૨૨)

No comments:

Post a Comment