Wednesday, September 2, 2020

શ્રાદ્વ પક્ષ વિશેષ

 आयु: प्रजां धनं विद्यां स्वर्गं मोक्षं सुखानि च। 

प्रयच्छान्ति तथा राज्यं प्रीता नृणां पितामहा:॥ 

याज्ञ स्मृति 1/270।। 

 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર શ્રાદ્ધ થી તૃપ્ત થયેલા પિતૃઓ આયુ, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, રાજ્ય આદિ સુખ પ્રાપ્ત કરાવે છે. 


આજથી શરૂ થતાં શ્રાદ્ધ પક્ષ માં પિતૃ ઋણ ચુકવવાનો અનેરો અવસર જે વર્ષ માં એક માત્ર ભાદ્રપદ સુદ પૂનમ થી અમાસ એમ ૧૬ દિવસ નો જ હોય છે. જેમાં આપણે આપણા પિતૃઓને માટે યથાશક્તિ શ્રાદ્ધ, તર્પણ, દાન કરીયે છીયે. 


श्रद्धया दीयते इति श्राद्धम् ।। 

શ્રદ્ધાથી જે આપવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય. 


આ ૧૬ દિવસોમાં નિયમો સાથે શ્રાદ્ધ કર્મ કરવાથી અનંત લાભ થાય છે. 

:- સવારે સૂર્યોદય પૂર્વ જાગૃત થઈને નિત્ય કર્મ કરવું. 

:- પિતૃઓની તિથિના દિવસે બપોરે શ્રાદ્ધ કર્મ કરવું તથા સ્વયં ન કરી શકે તો બ્રાહ્મણ દ્વારા તર્પણ કરાવવું. 

:- ખીર-પૂરી ગાય,શ્વાન, કીડી,કાગ નું અલગ કરી તથા બ્રાહ્મણ ને જમાડ્યા પછી જમવું. 

:-  સ્ત્રીઓએ સવારે પવિત્ર થઈને ભોજન બનાવવું તથા મનમાં *ॐ विष्णवे नमः* આ મંત્ર ના જપ કરવા. 

:- યથાશક્તિ વ્રત, જપ, ઉપવાસ, તપ, દાન આદિ પુણ્યકર્મ કરવા. 







1 comment: