Saturday, September 30, 2023

મોક્ષાર્થી પથ

 મૃત્યુલોકમાંથી સત્યલોકની પ્રાપ્તિના પ્રકારનો કલ્પિત માર્ગ : એક તાર્કિક વિશ્લેષણ ( એક બાળજિજ્ઞાસુ 


તમે આંખો બંધ કરી કલ્પના કરો કે તમારું મૃત્યુ થઈ ગયું છે,કારણકે મૃત્યુ સમયે પણ તમારી આંખો બંધ  હશે,ઘોરઅંધકાર હશે.

હવે શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાનનાં કહ્યા પ્રમાણે જે  મરણ સમયે જેનું ચિંતન કરે છે,તે મનુષ્ય તે યોનીને પ્રાપ્ત થાય છે,

એટલે કે મૃત્યુ સમયે અધૂરી આત્યંતિક ઈચ્છા વારંવાર આપણી સામે આવે છે,  ઈચ્છાને પૂરી કરવા આપણે જે-તે યોનીમાં જન્મલઈએ છીયે,


હવે ભગવાનને મરણ સમયે મેળવવાની ઈચ્છા મરણ સમયે પ્રાપ્ત કેવી રીતે થાયજેથી શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાનના કહ્યા અનુસારઆપણે જે-તે પિતૃ-દેવ-યક્ષ-રાક્ષસની ઉપાસના એટલે કે મરણસમયે જે-તે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીયે છીયે તે  મન  બંધનનું અનેમોક્ષનું કારણ એટલે કે તે  ભગવાનને મેળવવાની આત્યંતિક ઈચ્છાથી તે  પરમધામ સત્યલોકની પ્રાપ્તિ કરી શકીએ.


દા.જેમ કોઇ મોટી પરીક્ષા પાસ કરવા માટે આપણે રોજ તેનાં માટે એક આત્યંતિક ઈચ્છા સાથે પ્રતિદિન તેને પાસ થયેલા લોકોનોમહિમા અને તેના અભ્યાસક્રમનો નિરંતર ચિંતન સાથે પ્રતિદિન એક  ઈચ્છા સાથે ચોક્કસ સમય ફાળવીએ છીયે,તેમ  ભગવાનનોમહિમા એટલે શ્રીમદ્ભાગવત રૂપી અમૃતતુલ્ય ગ્રંથનું રોજ એક  અધ્યાયનું વાંચન કે શ્રવણ અને ચિંતન,મનન કરવાથી તમને તમારા ઘરમાં રહેલા તે  ભગવાન નારાયણની પ્રતિમા ઉપર પ્રથમ કરવા વધુ વિશ્વાસ સાથે એમને મળવાની આત્યંતિક ઈચ્છા પ્રાપ્ત થઈ જાય છે.


તેથી જ્યારે સમય આવ્યે પરીક્ષાની પૂર્ણ તૈયારીથી સજ્જ પરીક્ષાર્થી જેમ ઉત્તમ ક્રમાંકે પાસ થઈને પોતાની આત્યંતિક ઈચ્છા પૂર્ણ કરેછે,તેવી  રીતે મરણાસન્ન મનુષ્યને સત્યલોક એટલે કે શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાનના કહ્યા અનુસાર કે જ્યાં ગયા પછી જીવ પાછો જન્મ-મરણનાં ચક્રમાં ફસાતો નથીતે પરમધામ મારું છે,તે  સત્યલોકને પ્રાપ્ત કરી શકાય છે.


સૌને જય શ્રીકૃષ્ણ 


No comments:

Post a Comment