Monday, February 28, 2022

શિવરાત્રિ પૂજન વિશેષ :- 01-03-2022

  ✔️આવતી કાલે શિવકૃપા મેળવવા માટે મંગળવાર તથા શિવ યોગ યુક્ત શિવરાત્રિ નો ઉત્તમ યોગ 


➡️આ શુભ અવસર પર વ્રત ઉપવાસ ખૂબ જ ફળદાયી રહે,

પ્રાતઃ કાળે સ્નાનાદિ પવિત્ર થઈ રુદ્રાક્ષ ધારણ કરીને ભસ્મ ત્રિપુંડ્ર કરવું,

શિવ મંદિરે અભિષેક કરવો, બિલ્વપત્ર અર્પણ કરવા,

પૂર્ણ દિવસ શિવ પંચાક્ષર મંત્ર, ત્ર્યંબક મંત્ર જાપ કરવા, રુદ્રાષ્ટાધ્યાયી નો પાઠ, શિવમહિમ્ન પાઠ શ્રવણ કરવો.


➡️સાયંકાળે ચાર પ્રહર ની પુજામાં કોઈ એક પ્રહરની પુજા આવશ્યક રુપે કરવી, યથાશક્તિ પવિત્ર થઈ શિવ પંચાક્ષર મંત્ર જપ કરવા.


➡️  ભિન્ન ધાતુ,ધાન્ય આદિ થી નિર્મિત શિવલિંગ પૂજનથી કાર્ય સિદ્ધિ ✓

હીરાના શિવલિંગ પૂજનથી આયુષ્ય વૃદ્ધિ,

મોતીના શિવલિંગ પૂજનથી રોગનાશ,

વૈદુર્યથી શત્રુનાશ, માણેક થી લક્ષ્મી પ્રાપ્તિ,

પોખરાજ થી સુખ, નીલમણિ થી યશ,

 સ્ફટિક થી સર્વ કામના પૂર્તિ, રૂપા થી પિતૃ મુક્તિ,

સુવર્ણથી સત્યલોક પ્રાપ્તિ, ત્રાંબાથી પુષ્ટિ,

સીસા થી આયુષ્ય વૃદ્ધિ, ચંદનથી સૌભાગ્ય,

હાથીદાંત થી સેનાધિપત્ય, ચોખા આદિ ધાન્ય થી પુષ્ટિ, સુખ, આદિ લાભ થાય.

સંદર્ભગ્રંથ 

ધર્મસિંધુ


સૌને હર હર મહાદેવ 

ASTROLOGER MBPATHAK

📞 8141277599





No comments:

Post a Comment