નવરાત્રી પર્વ વિશેષ :- 02-04-2022
આ ચૈત્ર નવરાત્રી માં દેવીની આરાધના વિશેષ ફળદાયી છે.
ચૈત્ર માસ એટલે સંવત્સર નો આરંભ.નવા વર્ષ નો આરંભ.
ચૈત્ર સુદ એકમનાં દિવસે પિતૃ તૃપ્તિ માટે શ્રાદ્ધ કર્મ આવશ્યક રુપે કરવું.
દેવી પૂજનમાં આચરણ :-
પ્રાતઃ બ્રહ્મ મુહૂર્ત માં જાગરણ,
સ્નાન શુદ્ધિ, નિત્ય કર્મ કરવું,
નવરાત્રી માં ઉપવાસ કરવાં,
નવરાત્રી આરંભે કોઈપણ દેવી મંદિરે જઈ બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવી અનુષ્ઠાન નો આરંભ કરવો,
દેવી મંદિરે ફળ, ફૂળ આદિ યથાયોગ્ય દ્રવ્ય લઈ દેવીને અર્પણ કરવું,
દેવી નાં કોઈપણ એક સ્તોત્ર પાઠ નાં 1200 પાઠ કરી અનુષ્ઠાન કરી વિશેષ ફળ પ્રાપ્તિ શકાય,
ગૃહમાં સર્વ પ્રસન્નતા હેતુ તથા સર્વ અરિષ્ટ નાશ હેતુ માટે દુર્ગા સપ્તશતી(ચંડીપાઠ) વિશેષ ફળદાયી,
સકારાત્મક ઊર્જા મેળવવા દેવી નાં બીજ મંત્ર નાં યથા શક્તિ જપ કરવાં,
નવરાત્રી નાં અંતે કોઈપણ દેવી મંદિરે જઈ બ્રાહ્મણ પાસે સંકલ્પ છોડાવી દક્ષિણા આપવી,
આમ આ વ્રત પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ સાથે કરવાથી સર્વ સંકલ્પ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત કંઈ પણ ન થઈ શકે તો બહેન, દીકરી, માતા, પત્ની ને યોગ્ય ઉપહાર આપી પ્રસન્ન કરવાં.
ASTROLOGER MBPATHAK
8141277599
No comments:
Post a Comment