મકર સંક્રાંતિ પર્વ વિશેષ :-
તા.14-01-22 ને શુક્રવાર નાં રોજ મકર સંક્રાંતિ રોહિણી નક્ષત્રમાં, ચંદ્ર વૃષભ રાશિમાં, બ્રહ્મ યોગ, બાલવ કરણ ઉપર થઈ રહેલ છે. જેની સંજ્ઞા સૌમ્યાયન છે.
આ મકર સંક્રાંતિ નું વાહન વાઘ, ઉપવાહન અશ્વ, વસ્ત્ર પીત, ઉપવસ્ત્ર રક્ત, આયુધ ગદા, ભક્ષ્યપદાર્થ ખીર, લેપન કંકુ, જાતિ ભૂત, પુષ્પ ચમેલી, ભોજનપાત્ર ચાંદી, આભૂષણ કંકણ, કંચુકી પીત, સ્નાન યમુના, વય કુમારી છે.
પુણ્ય કાળ -
શુક્રવારે બપોરે 2.28 થી 40 ઘટી એટલે શનિવારે સવારે 6.28 સુધી.
પુણ્ય કાળ માં જ સંક્રાંતિ નિમિત્ત નું દાન, સ્નાન શ્રેષ્ઠ,પરંતુ રાત્રીમાં દાન, સ્નાન નિષેધ હોવાથી શુક્રવારે સાંજે સંધ્યા સુધી, શનિવારે સવારે બ્રહ્મમહૂર્તમાં સંક્રાંતિ નિમિત્ત નું દાન, સ્નાન કરી શકાય.
ફળ :- રોહિણી નક્ષત્ર બૃહદ્ સંજ્ઞક હોવાથી તેમાં થયેલ સંક્રાંતિમાં આ માસ માં હોવાથી અન્ન, વસ્ત્ર, ઘી આદિ ચીજ વસ્તુઓ નાં મૂલ્યમાં નિમ્નતા જણાય.
કરવા યોગ્ય ઉપાય:-
1. પ્રાતઃ સમયે નિત્યકર્મ બાદ દાન,શ્રાદ્ધ આદિ ક્રિયા કરવી, મકરસંક્રાંતિમાં તલ,ગોળ,અક્ષત,ઘી, વસ્ત્ર,ગાય,બળદ,તાંબુ,સુવર્ણ આદિનું દાન શ્રેષ્ઠ છે.
૨. મકરસંક્રાંતિના દિવસે શિવલિંગ ઉપર ઘીથી મર્દન કરવું બાદ શુદ્ધોદક તથા વસ્ત્ર આદિ દાન તથા શિવ મંદિરમાં તલના તેલના દીપકનું દાન શ્રેષ્ઠ છે.
૩. સંક્રાંતિના દિવસે જે દાતા દેવ તથા પિતૃઓનો ઉદ્દેશીને જે દ્રવ્ય નું દાન કરે છે તે દાતા ને દરેક જન્મમાં ભગવાન સૂર્ય તે દ્રવ્ય પ્રાપ્ત કરાવે છે.
૪. દેવતાઓને સફેદ તલથી તથા પિતૃઓને કાળા તલથી તર્પણ કરવું.
૫. વર્તમાન સમય પ્રમાણે કંઈ જ ન થાય તો આવશ્યક વ્યકિત, પ્રાણી, પક્ષી, વૃક્ષો ની યથાશક્તિ મદદ કરવી.
(ધર્મ સિંધુ, મુહૂર્ત ચિંતામણી)
ASTROLOGER MBPATHAK
8141277599
ખૂબ જ ઉપયોગી માહિતી
ReplyDelete🙏🏻
Delete👌 khub uttam Bhai
ReplyDelete🙏🏻
Delete