Thursday, December 23, 2021

કર્મવાદ નાં સહાયક તરીકે જ્યોતિષ શાસ્ત્ર.

 ✔️જ્યોતિષ એટલે વેદ પુરુષ નાં નેત્ર.

ज्योतिषमयनं चक्षुः ।

➡️માનો કે કોઈ વાહન અંધારા રસ્તા પર જાય છે, તેને હેડ લાઈટ ન હોય અથવા ચાલક પાસે દ્રષ્ટિ ન હોય, તો શું તે રસ્તા ઉપર યોગ્ય રીતે વહન કરી શકશે,નહી ને.
તેમજ જયોતિષ શાસ્ત્ર માનવ જીવન માટે પથ પ્રદર્શક છે.


➡️કર્મ કરવું જરૂરી છે, પૂર્ણ બળ, બુદ્ધિ, વિદ્યા, વિનયાદિ દરેક સદ્ગુણો સાથે, પરંતુ કર્મ માટે ની દ્રષ્ટિ જ્યોતિષ શાસ્ત્ર થી મળે છે, જેમકે(યોગ્ય કર્મ કરવું, યોગ્ય સ્થાન માં, યોગ્ય જૂથ સાથે,યોગ્ય પદ્ધતિથી આદિ ઘણાં પ્રશ્નો હોઈ શકે) આપણા શરીરમાં ચક્ષુ રૂપી ઈન્દ્રિય અને તેનો ગુણ દ્રષ્ટિ યથા પ્રમાણમાં આવશ્યક છે, તેટલી જ આવશ્યકતા જીવનમાં જયોતિષ શાસ્ત્ર ની છે.


➡️જયારે શક્તિ, સામર્થ્ય, ધન બધું જ હોય પરંતુ દ્રષ્ટિનો ઉપયોગ જ ન કર્યો હોય, અને જયારે અમુક સમય પછી બધું જ જતું રહે ત્યારે ખબર પડે છે કે કોઈ નિશ્ચિત પદ્ધતિ થી જો આ કર્મ (કાર્ય, નિર્ણય લઈને ચોક્કસ દિશા તરફ જવા માટે નો પ્રયાસ) થયું હોત તો નિશ્ચિત ફળ અવશ્ય પ્રાપ્તિ થઈ શકતી.


➡️સમય નિશ્ચિત જ છે, આપની શરીર ની કોશિકાઓ તથા સંપૂર્ણ પ્રકૃતિનાં પદાર્થ નિત્ય નાશ પામે છે, નૂતન જન્મે છે,(નવી જન્મવાની પ્રક્રિયા પણ અમુક નિશ્ચિત અવધિ સુધી જ છે) આમ મન, બુદ્ધિ, અહંકાર, દરેક ક્ષેત્રમાં નાશ અને ઉત્પત્તિ થાય છે(જીવન ને એક દીવો માનીએ તો તે બળવાનું શરૂ થઈ ગયું છે,કોઈને થોડો વખત બાકી છે તો કોઈને વધારે, હવે બળી ગયું ભૂતકાળ તે રાખ છે, સાર્થકતા તેમાં(ભૂતકાળમાં) કરેલ કર્મોના સ્મરણોની રહેશે,તો દીપ સ્વરૂપે આપણે બધાં પ્રજ્વલિત છીએ, તેનો ઉપયોગ સારા માર્ગે સ્વયં તથા અન્ય ને પ્રકાશ આપવામાં કરીએ.)

✔️અંતે
કર્મ પ્રત્યેની દ્રષ્ટિ દર્શાવતું શાસ્ત્ર એટલે જયોતિષ શાસ્ત્ર.

✔️(આ બ્લોગ નો ઉદ્દેશ્ય એક જ છે, દરેક શાસ્ત્રનો વર્તમાન ક્ષેત્રે ઉપયોગ, મહત્વ અને રક્ષણ.)

Astrologer MBPathak
8141277599

6 comments:

  1. Jyotishshastra no adhar laine dharma, artha, kam ane moksh sudhi ni yatra ma pathdarshak jyotish shastra madadrup thay chhe aetla matej jyotish ne vedango ma netrang kidhu chhe.

    ReplyDelete
    Replies
    1. હા, સહયોગ અર્થે ધન્યવાદ.

      Delete
  2. Very nice thinking in over retual subject astrology. Good keep it up

    ReplyDelete